ગ્રુરુગ્રામ: ગુરુગ્રામના ગામ ડૂંડાહેડામાં ગુરુવારે વહેલી સવારે એક દંપત્તિની ચાકૂ ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી. બદમાશોએ આ હિચકારા હત્યાકાંડને દંપત્તિના 7 વર્ષના પુત્રની નજર સામે જ અંજામ આપ્યો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ હાલ પ્રાથમિક માહિતી ભેગી કરી રહી છે કે વારદાતને અંજામ આપતા પહેલા હત્યારાઓએ પતિને દારૂ પીવડાવ્યો હતો કે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાણકારી ગુરુગ્રામના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બિરમ સિંહે આપી. જે મકાનમાં દંપત્તિની હત્યા થઈ ત્યાં પતિ પત્ની ભાડે રહેતા હતાં. પત્ની જ્યોતિની સાથે જેની હત્યા થઈ તે વિક્રમ સિંહ (31) મૂળ ચકરનગર બંધ, જિલ્લા ઈટાવા યુપીનો રહીશ હતો. 


ZEE જાણકારી: હિન્દુસ્તાનનું સૌથી સફળ 'ઓપરેશન પોલો', જેણે સરદાર પટેલને બનાવ્યાં 'લોહ પુરુષ'...


ગુરુગ્રામ પોલીસના જણાવ્યાં મુજબ બેવડા હત્યાકાંડમાં સંદિગ્ધની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ અભિનવ છે. આરોપીને ભીડે ઘટનાસ્થળેથી જ દબોચીને પોલીસના હવાલે કરી દીધો. હત્યાનો આરોપી અભિનવ અને વિક્રમ જૂના મિત્રો હતા. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...